ડાંગ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી ભાઇઓ-બહેનોને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીઓ બાબતે ગતરોજ કોગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતુ કે, એક બાજુ ગુજરાત સરકાર મેળા કરી ગીર બરડા આલેચના જંગલ વિસ્તારમાં નેસમાં વસતા રબારી ભરવાડ ચારણ લોકોને આદિવાસી ગણીને લાખો ખોટા જાતિના પ્રમાણપત્રોનુ વિતરણ કરી દીધુ છે, જયારે બીજી બાજુ અસલ આદિવાસીઓને જાતિના દાખલા માટે મુશ્કેલી ઉભી કરેલ કરી અરજદારના પિતા, દાદા, પડદાદા, લોહીના સગપણ ધરાવતા સગા-સંબધીઓની આદિજાતિ રેકર્ડનો ઉતારો જેવા 37 પુરાવાઓ માંગવામાં આવે છે અને એક પણ પુરાવો ન હોય તો જાતિનો દાખલો આપવામાં આવતો નથી અને અસલ આદિવાસીઓ જાતિના દાખલાથી વંચિત રહી જાય છે.
જયારે આદિવાસી વિસ્તારમાંના અનેક લોકો શિક્ષણથી વંચિત હોવાના ને કારણે તેમના પુરાવા ગ્રામ્ય વિસ્તારમાં એકઠા કરવા ખુબજ મુશ્કેલ પડે છે બધા પુરાવાઓ મેળવવા લોકોને અનેક દિવસો વીતી જાય છે જેના કારણે પ્રજાના અગત્યના કામો અટકી રહયા છે તેમજ ખર્ચાઓ પણ વધી રહયા છે અહી આદિવાસી લોકો વરસાદી ખેતી પર નભતા લોકો છે અને ખેતમજૂરી કરીને જીવન નિર્વાહ કરનાર આદિવાસી લોકોએ બાળકોને ભણાવવા માટે અગત્યના કામો છોડી જાતિ અંગેના દાખલો મેળવવાં માટે અનેક ધરમ ધક્કા ખાઇ રહયા છે જેથી આ જિલ્લાના અસલ આદિવાસી લોકો ત્રાસી ગયા છે અસલ આદિવાસીઓને જુના નિયમ મુજબ સરપંચ તલાટીનો દાખલો લીવીંગ સર્ટીફીકેટ આધાર્કાડ સહિતના પુરાવાઓ રજુ કરી દાખલો કાઢી આપવામાં આવતો હતો તે જ પ્રમાણે અત્યારે જાતિના દાખલા કાઢી આપવામાં આવે એવી અમારી માંગ છે. જો આવીજ રીતે અસલ આદિવાસી પ્રજાને ખોટા ખર્ચાઓ અને હેરાન કરવામાં આવશે તો આવનાર સમયમાં સરકારને મોટા જન આંદોલનનો સામનો કરવો પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500