Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા જીવંત વિજપોલ સાથે કાર અથડાઈ

  • August 07, 2021 

ડાંગ જિલ્લાનાં વઘઈ તરફથી  આહવા તરફ જઈ રહેલી અરટીગા કાર નંબર જીજે/30/એ/8808 જે વઘઈથી આહવાને સાંકળતા સ્ટેટ ધોરી માર્ગના નડગખાદી ગામ નજીક ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કારનો ધડાકાભેર વિજપોલ સાથે અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

આ અકસ્માત બનાવામાં જીવંત વિજપોલ તૂટીને કાર પર પડતા સ્થળ પર અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કારને ઘણું નુકશાન થયું હતું. જયારે ચાલકને નાની-મોટી ઈજા પહોંચતા તેને 108ની મદદથી સારવાર અર્થે નજીકની આહવા સિવિલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application