ડાંગના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ વઘઇ બારખાંધિયા પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ખોરાકની શોધમાં એક કદાવર દીપડો લટાર માંરતા લોકોને અવારનવાર નજરે ચડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જયારે સવારે નવથી દશ વાગ્યેના સુમારે જ ખોરાકની શોધમાં દીપડો રમેશભાઇ બેડુભાઇ દેશમુખના વાળામાં આવી ચઢ્યો હતો અને વાળામાં ઘુસી હોવાની જાણ રમેશભાઇને થતા તેમેને દીપડાને ભગાવાનો પ્રયાસ કર્યો હતો પણ ગુસ્સે ભરાયેલાં કદાવર દીપડાએ રમેશભાઇ પર પંજો મારીને ધાયલ કરી જંગલમાં ફરાર થઇ હતો જયારે ધોળા દિવસે દીપડાએ હુમલો કર્યાની વાત ગ્રામજનોને થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો તેમજ દિપડાના હુમલાથી ગંભીર રીતે ધવાયેલા ખેડુત રમેશભાઇને 108ની મદદથી મારફતે વઘઇ સીએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે ધોળા દિવસે દીપડા કરેલા હુમલાને લઇ કદાવર દીપડો માનવભક્શી બને એ પહેલા વનવિભાગની ટીમ તાત્કાલિક ધોરણે બારખાંધિયા ગામે પાંજરુ મુકી કદાવર દીપડાને પાંજરે પુરવા માટેની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application