ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ નીલમબેન ચૌધરીને ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ તરીકે નીમાયા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ સમિતિ અધ્યક્ષએ શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું કે, બાળકોના શિક્ષણ અને શિક્ષકોના હિત માટે આપણને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ પવિત્ર કામગીરી જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે મળી કરીશુ. શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અમે હરહંમેશ કટિબદ્ધ છીએ.
શુભેચ્છા મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશભાઈ સી. પટેલ, મહામંત્રી ચિંતનકુમાર એન. પટેલ, ખજાનચી દલપતભાઈ પટેલ, આતંરિક અન્વેષક કૃણાલભાઇ પટેલ, યશભાઈ વાડેકર હાજર રહ્યા હતા. જેમાં અધ્યક્ષાએ નવા નિમાયેલા જિ. પ્રા. શિ. સંગઠનના તમામ હોદ્દેદારોને પણ અભિનંદન પાઠવ્યા હતા. આમ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે તમામ શિક્ષક સમાજ વતી અધ્યક્ષાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500