ડાંગ જિલ્લાનાં ઉત્તરવન વિભાગનાં ડીસીએફનાં માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેંજ વિભાગનાં આરએફઓની ટીમે તેઓની હદમાં લાકડા તસ્કરી નહીં થાય તે માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. બરડીપાડા રેંજ તાપી જિલ્લાને અડીને આવેલી હોય જેથી અહીંથી બે વાહનોમાં લાકડાની તસ્કરી થઈ રહી હોવાની બાતમી આરએફઓને મળી હતી. જે બાતમીનાં આધારે બરડીપાડા રેંજ સ્ટાફનાં માણસોએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બરડીપાડા રેંજનાં ખોખરીથી તાપી જિલ્લાને સાંકળતા માર્ગમાં બાતમીવાળી ટવેરા ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકે ગાડીને પૂરપાટ હંકારી મૂકી હતી. જેથી બરડીપાડા વન વિભાગની ટીમે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જોકે જંગલ વિસ્તારમાં ગાડી ચાલકે ગાડીને પલ્ટી ખવડાવી નાસી છૂટ્યો હતો.
જયારે બરડીપાડા વન વિભાગની ટીમે પલ્ટી મારેલી ટવેરા નંબર GJ/19/M/4395માં તપાસ કરતા તેમાંથી ગેરકાયદે સાગી લાકડા નંગ-15 ઘનમીટર 0.856 કિંમત રૂપિયા 1,20,000/- અને ટવેરાની કિંમત 1,80,000/- મળી 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બીજા બનાવમાં ઝાયલો ગાડી નંબર GJ/5/GK/3424માંથી પણ સાગી ચોરસા મળી આવ્યા હતા. બરડીપાડા રેંજ વિભાગ દ્વારા ઝાયલોમાંથી ગાડીમાંથી ગેરકાયદે સાગી લાકડા નંગ-13 ઘનમીટર 0.720 જેની અંદાજીત કિંમત 1 લાખ અને ગાડીની કિંમત 1.50 લાખ મળી 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે ડીસીએફનાં માર્ગદર્શન હેઠળ બરડીપાડા રેંજનાં આરએફઓની ટીમે બંને વાહનો સહિત લાકડાનો કબ્જો મેળવી 4 શંકાસ્પદનોની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application