Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : સાપુતારાથી શામગહાનના ઘાટમાં દૂધનો જથ્થો ભરેલું ટેન્કર દીવાલ તોડી ખીણમાં ખાબક્યું

  • January 04, 2024 

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં દૂધનો જથ્થો ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.



મળતી માહિતી મુજબ, રાત્રીનાં અરસામાં મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દુધનો જથ્થો ભરી સુમુલ ડેરી સુરત તરફ જઈ રહેલું શ્રદ્ધા કોર્પોરેશનનું ટેન્કર નંબર GJ/21/V/4560 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સ્થળ પર ટેન્કર સંરક્ષણ દીવાલ તોડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતનાં બનાવમાં દૂધનાં ટેન્કરનો વાલ્વ ખુલી જતા ક્યારામાંથી કોતરડા તરફ દૂધની નદી વહેવા લાગી હતી. આ બનાવમાં દૂધનો જથ્થો વહી ગયો હતો. જ્યારે ટેન્કરને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવમાં ટેન્કર ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નજીવી ઇજાઓ પહોચતા તેઓનો ચમત્કારીક બચાવ થયેલ હોવાની જાણકારી મળી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application