નોવેલ કોરોના વાયરસ "કોવિડ-૧૯"ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી ઘોષિત કરવામા આવી છે. જેને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામા આવેલ છે. જે મુજબ વખતોવખતની નિયત માર્ગદર્શિકા અનુસાર તા.૨૮/૫/૨૦૨૧ સુધી નિયત કરાયેલા "માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન" તથા "બફર ઝોન" વિસ્તારમા લોકડાઉન અને અનલોક-૬ ની માર્ગદર્શિકાઓ અનુસાર કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકવામા આવ્યા છે.
તાજેતરમા ડાંગ જિલ્લામા ફરીથી "કોવિડ-૧૯ + કેસો" સામે આવવા પામ્યા છે. જેને લઈને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડયા દ્વારા એક જાહેરનામુ જારી કરી નીચે મુજબના પ્રતિબંધો ફરમાવાયા છે. જે અનુસાર,
(૧) આહવા ગામે મીશનપાડા ખાતે આશાબેન ગાયકવાડના ઘરથી પશ્ચિમમા અબીનાઈલ ખ્રીસ્તીના ઘર સુધી, પૂર્વમા સવિતા ખ્રીસ્તીના ઘર સુધી, દક્ષિણમા સુનીતા પટેલના ઘર સુધી, અને ઉત્તરમા સચિન ઠાકોરના ઘર સુધીનો વિસ્તાર,
(૨) મિશનપાડા ખાતે ગણેશ ચૌધરીના ઘરથી પશ્ચિમમા પ્રફુલ પટેલના ઘર સુધી, પૂર્વમા સુશીલા જાદવના ઘર સુધી, દક્ષિણમા નારાયણભાઈ દેવરેના ઘર સુધી, અને ઉત્તરમા ઓગસ્ટીન પટેલના ઘર સુધીનો વિસ્તાર,
(૩) આહવાના ડુંગરી ફળિયા ખાતે કલ્પેશ પટેલના ઘરથી પશ્ચિમમા ભગવતી પટેલના ઘર સુધી, પૂર્વમા અરવિંદ ગામીતના ઘર સુધી, દક્ષિણમા દિયા ચૌહાણના ઘર સુધી, અને ઉત્તરમા રઘુનાથ સોનવણેના ઘર સુધીનો વિસ્તાર,
(૪) આહવા વકીલ કોલોની ખાતે કીર્તિદા કોકણીના ઘરથી પશ્ચિમમા શાંતિલાલ ભોઈના ઘર સુધી, પૂર્વમા રમેશ હિરેના ઘર સુધી, દક્ષિણમા આબિદ અન્સારીના ઘર સુધી, અને ઉત્તરમા રાહુલ દળવીના ઘર સુધીનો વિસ્તાર,
(૫) સુબીર તાલુકાના શીંગાણા ખાતે નાનુભાઈ ચૌધરીના ઘરથી પશ્ચિમમા સોનુભાઈના ઘર સુધી, પૂર્વમા કાળુભાઈ માહલાના ઘર સુધી, દક્ષિણમા રાજેશભાઈ અનાજુભાઇના ઘર સુધી, અને ઉત્તરમા ગનુભાઈ પવારના ઘર સુધીનો વિસ્તાર,
(૬) વઘઈના રાજેન્દ્રપુર ખાતે કમલેશભાઈ રાઠોડના ઘરથી પશ્ચિમમા રસ્તા સુધી, પૂર્વમા ખુલ્લા પ્લોટ સુધી, દક્ષિણમા ધીરુભાઈ ભોયેના ઘર સુધી, અને ઉત્તરમા સુમિત્રાબેન કુંવરના ઘર સુધીનો વિસ્તાર,
(૭) કુડકસ ગામે સીમ્ગુભાઈ દેશમુખના ઘરથી પશ્ચિમમા શિવરામભાઈ દેશમુખના ઘર સુધી, પૂર્વમા સુકરભાઈ ચૌર્યાના ઘર સુધી, દક્ષિણમા ખેતર સુધી, અને ઉત્તરમા મહેશભાઈ માહ્લાના ઘર સુધીનો વિસ્તાર,
(૮) દિવાનતેમ્બ્રુન ખાતે હરીદાસ્ભાઈ પવારના ઘરથી પશ્ચિમમા મેદાન સુધી, પૂર્વમા આંગણવાડી સુધી, દક્ષિણમા જંગલ વિસ્તાર સુધી, અને ઉત્તરમા કાજુ ગાવીતના ઘર સુધીનો વિસ્તાર,
(૯) સરવર ગામે નયનભાઈ પટેલના ખેતરેથી પશ્ચિમમા માનસિંગભાઈ પટેલના ઘર સુધી, પૂર્વમા ગોપાળ ભોયેના ઘર સુધી,દક્ષિણમા માનસિંગ પટેલના ઘર સુધી, અને ઉત્તરમા નયન પટેલના ઘર સુધીનો વિસ્તાર,
(૧૦) પાંઢરમાળ ખાતે મોહનભાઈ ગાવીતના ઘરથી પશ્ચિમમા પાંઢરમાળ રોડ સુધી, પૂર્વમા આંગણવાડી કેન્દ્ર સુધી, દક્ષિણમા ખેતર સુધી, અને ઉત્તરમા વ્યારા તરફના રસ્તા સુધીના વિસ્તારને 'માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન' તરીકે જાહેર કરાયો છે.
(૧) આહવા ગામે મીશનપાડા ખાતે આશાબેન ગાયકવાડના ઘરથી પશ્ચિમમા નવજીવન ગર્લ્સ હોસ્ટેલ સુધી, પૂર્વમા સરદાર સ્કુલ સુધી, સુધી, દક્ષિણમા રાકેશ પવારના ઘર સુધી, અને ઉત્તરમા આનંદ શેવરેના ઘર સુધીનો વિસ્તાર,
(૨) મિશનપાડા ખાતે ગણેશ ચૌધરીના ઘરથી પશ્ચિમમા સોન્યા બાગુલના ઘર સુધી, પૂર્વમા તાજ બેકરી સુધી, દક્ષિણમા સંતોષ શેવુરના ઘર સુધી, અને ઉત્તરમા સમર્થ હોસ્પિટલ સુધીનો વિસ્તાર,
(૩) આહવાના ડુંગરી ફળિયા ખાતે કલ્પેશ પટેલના ઘરથી પશ્ચિમમા ગણેશ સોનવણેના ઘર સુધી, પૂર્વમા સોમનાથ ભરાડેના ઘર સુધી, દક્ષિણમા કમલાબેન ભોયેના ઘર સુધી, અને ઉત્તરમા કોર્ટ સુધીનો વિસ્તાર,
(૪) આહવા વકીલ કોલોની ખાતે કીર્તિદા કોકણીના ઘરથી પશ્ચિમમા રાવણ પાટીલના ઘર સુધી, પૂર્વમા દેવરામ પાટીલના ઘર સુધી, દક્ષિણમા બાળુ ચૌધરીના ઘર સુધી, અને ઉત્તરમા નવી કલેકટર કચેરી સુધીનો વિસ્તાર,
(૫) સુબીર તાલુકાના શીંગાણા ખાતે નાનુભાઈ ચૌધરીના ઘરથી પશ્ચિમમા સોનુભાઈના ઘર સુધી, પૂર્વમા કાળુભાઈ માહલાના ઘર સુધી, દક્ષિણમા રાજેશભાઈ અનાજુભાઇના ઘર સુધી, અને ઉત્તરમા ગનુભાઈ પવારના ઘર સુધીનો વિસ્તાર,
(૬) વઘઈના રાજેન્દ્રપુર ખાતે કમલેશભાઈ રાઠોડના ઘરથી પશ્ચિમમા સુધીર સૂર્યાના ઘર સુધી, પૂર્વમા વિજય ગાવીતના ઘર સુધી, દક્ષિણમા નવીન ભોયેના ઘર સુધી, અને ઉત્તરમા શંકર કુંવરના ઘર સુધીનો વિસ્તાર,
(૭) કુડકસ ગામે સીમ્ગુભાઈ દેશમુખના ઘરથી પશ્ચિમમા સાયતર ચૌર્યાના ઘર સુધી, પૂર્વમા શુભલ ચૌર્યાના ઘર સુધી, દક્ષિણમા મેઈન રોડ સુધી, અને ઉત્તરમા નદી સુધીનો વિસ્તાર,
(૮) દિવાનતેમ્બ્રુન ખાતે હરીદાસ્ભાઈ પવારના ઘરથી પશ્ચિમમા મેદાન સુધી, પૂર્વમા સીતારામ ભોયેના ઘર સુધી, દક્ષિણમા ચર્ચ સુધીનો વિસ્તાર સુધી, અને ઉત્તરમા જંગલ સુધીનો વિસ્તાર,
(૯) સરવર ગામે નયનભાઈ પટેલના ખેતરેથી પશ્ચિમમા મેઈન રોડ સુધી, પૂર્વમા ગોપાળ ભોયેના ઘર સુધી, દક્ષિણમા રજનીકાંત ભોયેના ઘર સુધી, અને ઉત્તરમા વિજય ચૌધરીના ઘર સુધીનો વિસ્તાર,
(૧૦) પાંઢરમાળ ખાતે મોહનભાઈ ગાવીતના ઘરથી પશ્ચિમમા વ્યારા રોડ સુધી, પૂર્વમા કોતરડા સુધી, દક્ષિણમા ખેતર સુધી, અને ઉત્તરમા પીમ્પરી તરફના રસ્તા સુધીના વિસ્તારને Buffer Zone વિસ્તાર જાહેર કરાયો છે.
Buffer Zone વિસ્તારમા આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૭ થી ૧૯ વાગ્યા સુધી જ મુક્તિ આપવામા આવે છે. જેમા સોશિયલ ડીસ્ટન્સિંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. આ સમયગાળા દરમિયાન દ્વિચક્રીય વાહન ઉપર એક વ્યક્તિથી વધુ નહિ, અને ત્રણ/ચાર ચક્રીય વાહનમા બે વ્યક્તિ (ડ્રાઈવર સહિત)થી વધુ પ્રવાસ કરી શકશે નહિ.
ઉપર જણાવેલ વિસ્તાર માટે અપવાદ ; આ હુકમ સરકારી ફરજ, કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય, તેઓને ભારત સરકાર અને ગુજરાત સરકારના વખતોવખતના હુકમો અનુસાર આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈશ્યુ કરવામા આવ્યા હોય તેવી વ્યક્તિઓ સહીત સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ.
આ હુકમની અમલવારીનો સમય ; તા.૨૪/૫/૨૦૨૧ થી આ વિસ્તારમા "કોવિડ-૧૯ +" દર્દીને રજા આપ્યા પછીના ૧૪ દિવસ સુધીનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ, તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામા આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024