Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : શિંગાણા ગામે 181 અભયમ દ્વારા ‘નારી વંદના કાર્યક્રમ’ યોજાયો

  • August 06, 2023 

ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત સુબિર તાલુકાનાં શિંગાણાની માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળા ખાતે "નારી વંદના" કાર્યક્રમ યોજાયો હતો. "181 અભયમ ટીમ" આહવા દ્વારા આયોજિત, અને આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નારી સુરક્ષા, સ્વ-બચાવ, અંગેની જાણકારી કાઉન્સેલર, કોસ્ટેબલ દ્વારા પુરી પાડવામાં આવી હતી. સાથે વૃક્ષારોપણ કરી, વૃક્ષનો મહિમા પણ સમજાવવા આવ્યો હતો. 181 અભયમના કાર્યો શું છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળાના આચાર્યએ 181 ટીમ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યોક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application