Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : શામગહાન એસ.ટી. ડેપો નજીક ત્રીપલ અકસ્માતમાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા

  • November 05, 2023 

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી-શામગહાન ધોરી માર્ગ ઉપર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે જવાનોને ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, સાપુતારાથી સુરત જઈ રહેલ સુરત પોલીસની બસ નંબર GJ/05/GV/2828ને રાજ્ય ધોરી માર્ગના શામગહાન એસ.ટી. ડેપો નજીક એક ટ્રક નંબર GJ/21/w/4616ને પાછળથી ટક્કર મારતા પોલીસની બસ એસ.ટી. ડેપો તરફ ચાલી ગઈ હતી, જ્યારે આ ટ્રક સાથે અન્ય એક ટ્રક નંબર MH/20/EK/9020 અથડાતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બે ટ્રક અને પોલીસની બસ મળી ત્રણેય વાહનોને નુકસાન થયું હતું અને પોલીસ બસમાં સવાર બે જવાનોને નજીવી ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાની ટળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application