Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈનાં ઝાવડા ગામે બીએસએનએલ નેટવર્ક સમસ્યા બાબતે ગ્રામજનો સહિત શાળા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

  • June 16, 2021 

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા ગામમાં અઢી હજારની વસતિ છે. આ ઝાવડા ગામમાં પ્રાથમિક, માધ્યમિક, પીએચસી સેન્ટર સહિત સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ તમામ ઓફિસનાં કર્મી સહિત વિદ્યાર્થીઓ બીએસએનએલ નેટવર્કની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. ઝાવડા ગામમાં નેટવર્કથી ત્રસ્ત શાળાનાં કર્મચારીઓ સહિત ગ્રામજનો દ્વારા સોમવારે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ગ્રામજનો અને કર્મચારીઓનાં જણાવ્યાનુસાર આ ગામમાં બીએસએનએલનું 3જી નેટવર્ક હોવા છતાં ઈન્ટરનેટ ચાલતુ નથી.

 

 

 

 

વધુમાં સરકારની વેબસાઈટ ચલાવવી મુશ્કેલ બની ગયુ છે તેમજ ફોન કોલ્સ પણ લાગતા નથી. અહીં બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવુ મુશ્કેલ બન્યું છે ત્યારે ગ્રામજનો તેમજ શાળાનાં કર્મચારીઓએ સોમવારે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી આ ગામમાં 3જીમાંથી 4જી નેટવર્ક કરવા રજૂઆત કરી હતી. ડાંગ જિલ્લામાં ઘણાં વર્ષોથી બીસીએનએલના ધાંધિયાથી લોકો કંટાળી ઉઠ્યા છે છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી ન કરાતા આજની સ્થિતિમાં પણ પરિસ્થિતિ યથાવત રહી છે. તેનો લોકો ભોગ બની રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application