Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા મતદાનના દિવસે કેટલાક કૃત્યો ઉપર નિયંત્રણો

  • February 27, 2021 

રાજય ચુંટણી આયોગ દ્વારા આજે એટલે કે, તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલીકાની સામાન્ય યોજાનાર છે. જે અંતર્ગત રાજય ચુંટણી આયોગે આદર્શ આચાર સંહિતા સંબંઘે આપેલ સુચનાનુસાર શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ અમલ કરવાની આદર્શ આચાર સંહિતા મુજબ ચુંટણી સમયે એટલે કે, મતદાનના દિવસે કેટલાક નિયંત્રણો ફરમાવ્યા છે. જે મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા પણ નીચે જણાવેલા કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવાયા છે. જે અનુસાર,

 

  1. મતદાનના દિવસે ઉમેદવાર પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમા મતદાનની તારીખે ચુંટણી એજન્ટ અથવા તેના કાર્યકરો અથવા પક્ષીય કાર્યકરો માટે ચુંટણી અધિકારી દ્વારા આપેલ પરમીટ ધારણ કરેલુ એક જ વાહન વાપરી શકશે.
  2. વાહન ઉપર પરમીટ નંબર પ્રદર્શિત કરવાનુ રહેશે.
  3. આ પ્રતિબંધ સરકારી અધિકારીશ્રીઓ કે ચુંટણી પ્રક્રિયામા સંકળાયેલા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહિ.
  4. ઉમેદવાર, મતદાન એજન્ટ, પક્ષીય કાર્યકરો આવી પરમીટ ધારણ કરેલ વાહનોનો ઉપયોગ ચુંટણી કાર્યના સમય દરમ્યાન મતદારોને લાવવા લઈ જવા માટે, અસામાજિક તત્વોની હેરફેર માટે કે ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકશે નહી.
  5. કોઈ પણ વ્યકિત પોતાના કોઈ પણ પ્રકારના વાહનોમા મતદારોની હેરાફેરીના હેતુસર વાહનનો ઉપયોગ કરી શકાશે નહી. વાહનનો પોતાના અને પોતાના કુટુંબની વ્યકિતઓ પુરતો મર્યાદિત ઉપયોગ કરી શકશે.
  6. કોઈ પણ રાજકીય પક્ષો કે બીનરાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ  ઉમેદવારોકે તેઓના ચૂંટણી એજન્ટ ધ્વારા અથવા તેમની સહમતીથી બીજી કોઈ પણ વ્યકિત દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથક ખાતેથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામા આવે છે.

 

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. ડાંગ જિલ્લામા ફરજ બજાવતા હેડ કોન્સ્ટબલથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામા આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application