ડાંગનાં આહવા ખાતેથી બાતમીના આધારે પોલીસ અધિક્ષકની ટીમે દેશી બનાવટનો રૂપિયા 19,525/-નો દારૂનાં જથ્થા સહિત રૂપિયા કુલ 87,525/-નો મુદ્દામાલ કબ્જે કરી 3 ઈસમો સામે ફરિયાદ નોંધી હતી. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અને આહવા પી.એસ.આઈ.એ પોલીસ કર્મીઓની ટીમ સાથે નગરમા રમાતા જુગારને ડામવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
તે સમયે મળતી બાતમીનાં આધારે આહવા નગરમાં સુરજભાઈ ઉર્ફે પિનુ રમેશ બાગુલ અજયભાઇ ઉર્ફે તાસ્લે અનિલ વળવી ઉર્ફે અન્યા ગુલાબભાઇ ભોયે એકબીજાની મદદગારીમાં ઘરે ભારતીય બનાવટનો દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરે છે જે બાતમીનાં આધારે તપાસ કરતાં આ તપાસની જાણ ત્રણેય ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે તપાસનાં સ્થળે પોલીસની ટીમે ગાડી, કબાટ સહિત કુલ રૂપિયા 87,525/-નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી છુટેલા ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500