Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે 'શિક્ષક દિન' નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓનુ કરાયુ જાહેર અભિવાદન

  • September 06, 2021 

સમાજ અને દેશમા શિક્ષકોના માન અને મોભાનો સદ્રષ્ટાંત ખ્યાલ આપતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલે આહવા ખાતે શિક્ષક દિને ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનના અનમોલ પ્રસંગો વર્ણવી, આદર્શ શિક્ષકની પરિભાષા સ્પષ્ટ કરી હતી. રાજ્યમા સરકારી શાળાઓના શિક્ષકોની ક્ષમતાનો ખ્યાલ આપતા પટેલે સાંપ્રત સમયમા ઘણી ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમા પ્રવેશ મેળવી રહ્યા છે, ત્યારે સરકારી શાળાઓના શિક્ષકોની સામર્થ્યતાને ઓળખી લેવાનો સમયનો આ તકાજો છે તેમ ઉમેર્યું હતુ. સમાજ ઘડતરમા મહત્વનુ યોગદાન આપતા શિક્ષકોના સન્માનને હમેશા જાળવવુ અને તેની ગરીમાને બરકરાર રાખવાની હિમાયત કરતા નાયબ મુખ્ય દંડ્ક્શ્રીએ શિક્ષકોને શ્રેષ્ઠ આચરણ સાથે સમાજને દ્રષ્ટાંત પૂરુ પાડવાનુ પણ આહ્વાન કર્યું હતુ.

 

 

 

 

 

'ગુરુજી'ના હુલામણા નામથી ઓળખાતા શિક્ષકોને બિરદાવતા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા પોતાના ઘર, પરિવાર, અને સમાજથી દુર રહીને આદિવાસી પરિવારોના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપતા શિક્ષકોને વંદન કર્યા હતા. પોતાના પ્રાસંગિક વક્તવ્યમા ધારાસભ્યએ સમાજની ભાવી પેઢીમા જ્ઞાન અને સંસ્કારના બીજનુ વાવેતર કરતા ગુરુજનો, હમેશા આદરણીય અને સન્માનનીય જ રહે છે તેમ જણાવ્યુ હતુ. તેમણે શિક્ષકોને તેમની ક્ષમતા અને સમર્થતાના માધ્યમથી સમાજ ઘડતરનો ઉત્તમ અવસર મળ્યો છે, જેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની પણ આ વેળા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૧' માટે પસંદગી પામનારા શિક્ષકો એવા જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાંથી બીલીઆંબા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક રસીક્કુમાર પટેલ, અને વાન્ઝટતેમ્બ્રુંન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક નીતિનભાઈ બંગાળ સહીત માધ્યમિક શાળા કક્ષાએ સરકારી માધ્યમિક શાળા-આહવાના મદદનીશ શિક્ષિકા બીજુબાલા પટેલ અને CRC/BRC/HTAT આચાર્ય કેટેગરી માટે સુબીરના BRC કો-ઓર્ડીનેટર પરીમલસિંહ પરમારનુ મહાનુભાવો દ્વારા જાહેર સન્માન કરાયુ હતુ.

 

 

 

 

 

ઉપરાંત ગોંડલ વિહિર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રકાશભાઈ ડોડીયા, નીલ્શાક્યાના પાંડુભાઈ ગાયકવાડ, વાહુટીયાના રમેશભાઈ સૂર્યવંશી અને પીપલપાડા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર પટેલનુ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે અભિવાદન કરાયુ હતુ સાથે સાથે ગત વર્ષના ધોરણ ૫ થી ૭ના તેજસ્વી વિદ્યાર્થીઓ એવા વિરાજ કોકણી, પ્રીતિ ચવધરી, તેજસ્વીની ચૌધરી, અંજલી ગાવિત, યોગેશ્વરી પવાર, અને સુભાસ ચૌધરીનુ પણ અદકેરુ સન્માન કરાયુ હતુ.

 

 

 

 

 

આહવાના ડો.આંબેડકર ભવન ખાતે યોજાયેલા 'શિક્ષક દિન'ના કાર્યક્રમમા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયુ હતુ. દરમિયાન શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મણીલાલ ભુસારાએ શિક્ષક દિનનો મહિમા વર્ણવી, કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમને અંતે આભારવિધિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉતે આટોપી હતી. ઉદ્ઘોષક તરીકે ગુરુજનો એવા સર્વશ્રી સંદીપભાઈ પટેલ, અને વિજયભાઈ ખામ્ભુએ સેવા આપી હતી. કાર્યક્રમ દરમિયાન 'સ્કુલ ઓફ એકસેલન્સ' વિષયક દસ્તાવેજી ફિલ્મનુ પણ પ્રસારણ કરાયુ હતુ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application