ડાંગના ગિરિમથક સાપુતારામાં આવેલ ટેન્ટ વિલેજમાં અમદાવાદના પ્રવાસીઓની બેગમાંથી રોકડ રકમ અને સોનુ ચોરાયા અંગે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદથી પ્રવાસીઓ સાપુતારાના તળેટીમાં આવેલ માલેગામ ખાતે ગત તા.20 ઓગસ્ટના રોજ લકઝરી બસમાં બહેનપણીઓ સાથે આવ્યા હતા. જેમાં એક ટેન્ટમાં શ્રદ્ધાબેન ચાવડા, માહિમાબેન સોની, પૂજાબેન મેદપરા, પીનલબેન ટિબળિયા રોકાયા હતા. તેઓ રાત્રીના સમયે ભોજન કરવા ટેન્ટની બહાર નીકળ્યા હતા. ત્યારબાદ પરત ટેન્ટમાં આવતા ટેન્ટનો પાછળનો ભાગ ફાડી કોઈ ઇસમ દ્વારા બેગમાં મુકેલ સામાન વેરવિખેર કરી શ્રદ્ધાબેનની બેગમાંથી સોનાની ચેન રૂપિયા 25 હજાર, પેન્ડલ રૂપિયા 10 હજાર રૂપિયા તેમજ 4 હજાર રોકડ, મહિમાબેનની બેગમાંથી સોનાની કડી 1500 રૂપિયા તથા 3500 રૂપિયા રોકડ તેમજ પૂજાબેન મેદપરાની રોકડ 8 હજારની ચોરી કરવામાં આવી હતી. આમ ટેન્ટ માંથી કુલ રૂપિયા 36,500/-નું સોનુ અને રોકડ રકમ 15,500/-ની ચોરી થતા આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી જવા પામી હતી. પોલીસે પૂજાબેન ચાવડાની ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500