Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ST ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ઉપર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ

  • April 27, 2022 

ડાંગનાં આહવા એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા કંડક્ટર અંકિતાબેન રમણભાઈ પટેલ (ઉ.વ.29) જેઓ ગતરોજ બસ નંબર જીજે/18/ઝેડ/5777માં આહવાથી ચિંચવિહીર બસમાં કંડકટર તરીકે ફરજ પર હતા. તે દરમિયાન પેસેન્જર સખારામ ચૌઘરી (રહે.અબુર) પોતાનું સ્ટેન્ડ આવી જવા છતાં પેસેન્જર પોતાના બસ સ્ટેન્ડ પર નહીં પરંતુ પોતાના ઘર આગળ બસ થોભાવવા કહેતા કંડક્ટરે તેમ નહીં કરવા જણાવ્યું હતું અને નિયમ પ્રમાણે ગામના એસટી સ્ટેન્ડ પર જ બસ થોભતી હોય છે. 


જે બાબતે મુસાફર ઉશ્કેરાઈ જતા ગર્ભવતી મહિલા કંડકટરને વાળ પકડી તમાચો તેમજ ઢીકમુક્કીનો માર માર્યો હતો. પોતાનું ઘર આવતા મુસાફર બસમાંથી ઉતરી જઈ ફરીથી મહિલા કંડકટરને લોખંડના સળિયા વડે મારવાનો પ્રયત્ન કર્યો હતો. ગર્ભવતી મહિલા કંડકટરને પેટના ભાગે ઈજાને પગલે દુ:ખાવો થતા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. બનાવ અંગે મહિલા કંડકટરે મુસાફર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી આગળની તપાસ આહવા પોલીસે હાથ ધરી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application