ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકનાં આહવા પૂર્વ રેંજનાં કર્મીઓએ ગેરકાયદેસર સાગનાં લાકડાં ભરેલી વાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વીરપન્નોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દક્ષિણ વન વિભાગનાં હસ્તકની આહવા પૂર્વ રેંજમાં લાગુ કલમવિહીર નાં જંગલ વિસ્તારમાં વીરપન્નો ઇમારતી લાકડાની તસ્કરી કરતા હોવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં કર્મીઓને મળતા તેઓએ આહવા પૂર્વ રેંજનાં વનકર્મીઓની ટીમને સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપી હતી. ત્યારે ગતરોજ મુરમબારી ચેકીંગ નાકા ઉપર આહવાના વિજયભાઈ લાલચંદભાઈ નાયક જેઓ પોતાની ટાવેરા ગાડી નંબર જીજે/19/એમ/3560માં સાગનાં 04 નંગ કિંમતી અને ઇમારતી સાગનાં લાકડાં લઈ જતાં હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વન કર્મીઓ તેની નાકા ઉપર અટકાયત કરી હતી. આહવાનાં રહીશ જોડે ગેરકાયદેસર સાગનાં કિંમતી લાકડાં મળી આવતાં વન કર્મીઓ દ્વારા ગાડી જપ્ત કરી આ ઈસમ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application