ડાંગ જિલ્લામાં ગત તા.9મી સપ્ટેમ્બરે ગિરિમથક સાપુતારાની એક શાળામાં બે બાળકોના કોરોનાના કેસ નોંધાયા હતા અને આજે ફરી એ જ શાળાના એક વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ પોઝેટિવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ ત્રણ એક્ટિવ કેસ આરોગ્ય તંત્રના ચોપડે નોંધાવા પામ્યા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર, આજે સાપુતારાની તે જ સ્કૂલ કે જ્યા ગત 09 સપ્ટેમ્બરના રોજ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા ત્યાંજ આજે ફરી એક વિદ્યાર્થીનો ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે જિલ્લાનાં આજદિન સુધીના પોઝેટીવ કેસોની સંખ્યા 694એ પહોંચી છે. જે પૈકી આજની તારીખે ત્રણ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. ટેસ્ટિંગની વાત કરીએ તો જિલ્લામા આજદિન સુધી કુલ 68,259 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 67, 520 સેમ્પલો નેગેટિવ આવવા સાથે 45 સેમ્પલોના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે ફરી એક વાર પ્રજાજનોને ફરજીયાત માસ્ક પહેરવા સાથે વારંવાર હાથ ધોવા અને બિનજરૂરી ઘરની બહાર નહીં નિકળવાની અપીલ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application