ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં વધુ એક અકસ્માત, ગતરોજ ડુંગળીનો જથ્થો ભરેલ બેકાબુ ટ્રક માર્ગની સાઈડમાં ઉભેલી વેગેનોર કારને ટક્કર મારી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગતરોજ મહારાષ્ટ્રના નાસિક તરફથી ડુંગળીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક નંબર એમએચ/15/બીજે/4914 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના વળાંકમાં બેકાબુ બની માર્ગની સાઈડમાં ઉભેલી વેગેનાર કાર નંબર જીજે/05/જેસી5470ને ટક્કર મારી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં વેગેનાર કાર સહિત ટ્રક તથા ડુંગળીના જથ્થાને જંગી નુકસાન થયું હતું જયારે ક્લીનરને ઈજાઓ પહોંચી હતી અને વેગેનાર કારમાં સવાર સુરતી પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી. ડુંગળીનો જથ્થો ભરેલ ટ્રકે વેગેનાર કારને ટક્કર મારી નુકસાન પહોંચાડતા આ વળાંક વાહન ચાલકો માટે ભયાનક સાબિત થઈ રહ્યો છે. જેથી નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ આ વળાંક સ્થિત વાહનોને ન ઉભા રહેવા માટે સૂચક બોર્ડ લગાવે તે ખુબ જ બની જરૂરી ગયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application