ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા માર્ગમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતો હોય છે જેમાં ગતરોજ સાપુતારા માલેગાવ ઘાટમાર્ગમાં મહારાષ્ટ્રના સંગમનેરથી ટામેટા ભરી અમદાવાદ તરફ જતાં ટેમ્પા નંબર એમએચ/17/બીવાય/7775ના ચાલકે માલેગામ ઘાટ માર્ગ ઉપર પુરઝડપે હંકારી લાવી ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ ટેમ્પો માર્ગ સાઇડે પલટાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટેમ્પાના ચાલક અને ક્લીનરના બંનેના પગ ફેક્ચર થતાં 108ની મદદથી શામગહાન રેફરલ હોસ્પિટલથી વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતમાં ટેમ્પામાં ભરેલ ટામેટાના વેપારીને ભારે નુકસાન થયું હતું અને ટેમ્પાના માલીકને પણ ભારે નુકસાન થયું હતું જયારે શામગહાન નજીક ત્રણ રસ્તા પાસે પણ સાપુતારાથી વઘઇ તરફ જતા ટેમ્પાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડે ભેખડ સાથે અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application