ડાંગ જિલ્લાના વઘઇ બોટેનિકલ ગાર્ડન નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલ સવારને ઇજા પહોંચતા વઘઇ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વઘઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર બોટાનીકલ ગાર્ડન પાસે ટવેરા કાર નંબર એમએચ/49/જે/7350 અને મોટરસાયકલ નંબર જીજે/21/બીએન2576 સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ ચીખલીના દંપતીને નડેલા ગંભીર અકસ્માતમાં કુંજલભાઈ હેમંતભાઈ પટેલ (ઉ.વ.26) રહે.ચીખલી નાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને ગંભીર ઇજા પહોંચતા વઘઇ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂર ઉભી થતા તાત્કાલિક ધોરણે રેફરલ હોસ્પિટલની એમ્બુલનસ મારફતે વલસાડ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ઘટનાની જાણ વઘઇ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો, જ્યારે અકસ્માત સર્જી ટાવેરા કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. વધઇ પોલીસે અકસ્માત બનાવનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application