Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત

  • June 12, 2021 

આહવા સુબીર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા લશ્કરીયા ત્રણ રસ્તા ફાટક પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે પોતાના કબજાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/30/બી/34 02ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

આ અકસ્માતમાં બાઈક ચાલક સંજયભાઈ દેવરામભાઈ ગાયકવાડ (ઉ.વ.30) રહે.ગાયખાસને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે બાઈકની પાછળ સવાર કમલેશભાઈ રસ્તા પર પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે 108ની મદદથી આહવા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે સંજયભાઈના સંબંધી સુરેશભાઈ ગાયકવાડે ઘટના અંગેની જાણ આહવા પોલીસ મથકે કરી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application