ડાંગ જિલ્લાનાં વઘઇ બોટોનીક ગાર્ડન નજીક ધરાશઇ થયેલ વુક્ષ સાથે આઇશર ટેમ્પો ભટકાતાં વઘઇના યુવક વેપારીનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જયારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત રાત્રી દરમિયાન ડાંગ જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે વઘઇ નજીક આવેલ બોટોનીક ગાર્ડન પાસે મળશ્કે રસ્તાની વચ્ચે એક તોતીંગ વુક્ષ ધરાશઇ થયુ હતુ. તે દરમિયાન સવારે પાંચ વાગ્યેના સુમારે વઘઇના વેપારી અશરફ પઠાણ પોતાની માલીકીનો આઇશર ટેમ્પો નંબર જીજે/30/ડી/1786 લઇ છુટક વસ્તુની ફેરી માટે સાકરપાતળ તરફ પસાર થઇ રહયા હતા. તે સમયે ચાલકને ધુમ્મસને કારણે બોટોનીક ગાર્ડનના ગેટ પાસે રસ્તાની વચ્ચે તોતીંગ વુક્ષ ધરાશઇ થયેલ છે એવુ ધ્યાનમાં ન આવતા આઇશર ટેમ્પાના ચાલકે પૂરઝડપે ટેમ્પો હંકારી લેતા રસ્તાની વચ્ચો વચ પડેલા સાદળાના વુક્ષમાં ટેમ્પો ધડાકાભેર અથડાવી દેતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માત એટલો ગંભીર થયો હતો કે, આઇશર ટેમ્પાના કેબીનનુ કચ્ચરઘાણ નીકળી જતા ટેમ્પામાં સવાર વઘઇના યુવક વેપારી અશરફ શબ્બીરખાન પઠાન (ઉ.વ.28) ને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનુ મોત નિપજ્યું હતુ. જયારે ટેમ્પો ચાલક ધીરૂભાઇ રાઠોળ (ઉ.વ.60, રહે.વઘઇ) ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અક્સમાત અંગેની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટેમ્પાના કેબીનમાં સફાયેલ મૃતકની લાશ અને ગંભીર રીતે ઘવાયેલ ચાલકને આઇશર ટેમ્પાનુ કેબીન કાપીને મહામુશ્કેલીએથી બહાર કાઢવામાં આવેલ હતા ત્યારબાદ ટેમ્પો ચાલકને વઘઇ 108ની મદદથી વઘઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ માથાને ભાગે વધુ ઇજા હોવાના કારણે વધુ સારવાર અર્થે તાત્કાલિક ધોરણે વલસાડ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે મૃતકની લાશને પોસ્મોટમ અર્થે સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી. બનાવ અંગે વઘઇ પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500