Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાના લશકરીયા ગામે રૂપિયાની લેતીદેતી બાબતે એકનું મોત

  • June 22, 2021 

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લશકરીયા ગામે રૂપિયાની લેતીદેતી બાબતે થયેલી બબાલમાં ચિકનની દુકાનદાર પર તેમજ અન્ય બે વ્યક્તિએ કુહાડીથી હુમલો કરતા દુકાનદારનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે ને ઇજા પોહચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આહવા તાલુકાનાં લશકરીયા ગામે ચિકનની દુકાન ચલાવતા અરુણભાઈ ચંદુભાઈ ભોયે (30) રહે.લશકરીયા ગામનાએ દુકાન પર હાજર હતા તેમની સાથે ગણપત લાહનુભાઈ ગાયકવાડ તેમજ કિરણભાઈ ગનુભાઈ ગળવી હાજર હતા અરુણને ચંદુભાઈ લાશરયાભાઈ પવાર સાથે ચિકની ખરીદી બાબતે બોલાચાલી થતા ચંદુભાઈ ઉશ્કેરાય ગયો હતો અને બોલાચાલી બાદ કુહાડી લઈ તે અરુણ ઉપર તૂટી પડ્યો હતો આ દરમિયાન ગણપત અને કિરણ બચાવવા જતા તેમની પર પણ ચંદુભાઈ એ હુમલો કર્યો હતો.બનાવવામાં ગંભીર રીતે ઘવાયેલા અરુણનું મોત નીપજયું હતું જયારે ગણપત અને કિરણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતા આહવા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને હત્યાનો ગુનો નોંધ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application