ડાંગનાં વઘઈ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર બે જુદા-જુદા અકસ્માતો સર્જાતા એક ઇસમનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્યો ઇજાગ્રસ્ત થતાં નજીકનાં દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામે રહેતો રાકેશ ગીરીશભાઈ માછી (ઉ.વ.26) અને ક્લીનર સુજલ ભરતભાઈ માછી સાથે ટેમ્પો નંબર GJ/18/X/9882માં AHCL ઓક્સિજનના ખાલી સિલિન્ડર ભરી મહારાષ્ટ્રના સોલાપુરથી ગુરુવારે વડોદરા જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન ગુરુવારે રાત્રે 12:45 કલાકે તેઓ સાપુતારા ઘાટમાર્ગમાં માલેગામ રેસ્ટ હાઉસના યુટર્ન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટેમ્પો સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ ખીણમાં પડતા ફૂરચેફૂરતા ઉડી ગયા હતા. જેને લઇ ચાલક રાકેશભાઈ માછીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ક્લીનરને 108માં સારવાર આપી આહવા સિવિલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલમાં રિફર કરાયો હતો. બનાવ અંગે મૃતકના પિતા ગિરીશ માછીએ સાપુતારા પોલીસમાં તેની નોંધ કરાવી હતી. જ્યારે અન્ય ઘટના સાકરપાતાળ ગામે નંદીના ઉતારામાં પુલ પર નાસિક તરફ જતો ટેમ્પો નંબર MH/15/JC/6555નાં ચાલકને ઝોકુ આવતા ટેમ્પો પુલ સાથે અથડાઈને માર્ગ સાઈડ પર ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application