કોરોના વાઈરસની બિમારીથી સમગ્ર વિશ્વ કંપી રહ્યું છે અને જ્યાં જુઓ ત્યાં કોરોના કહેર જ સાંભળવા મળે છે. કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. યુધ્ધની જેમ સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક લોકો કોરોના બચાવના મહાયજ્ઞમાં જોડાયા છે. કોરોના વાઇરસ સામે લડવા માટે ખૂબ મોટી કવાયત ચાલી રહી છે.
બજારમાં ખરીદી કરવા આવતા કે હોસ્પિટલમાં આવતા ગામડાઓના ગરીબ લોકોના મોં પર માસ્ક નથી હોતા અને મોં પર રૂમાલ કે કોઈ કપડુ આડુ કરી રાખે છે ત્યારે આવા દ્રશ્યો નિહાળી આ ફ્રેન્ડ્સ ઓફ ક્લબના સભ્યોને પણ આવા સમયમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અને લોકો સુરક્ષિત રહે તે માટે ડાંગ જિલ્લામાં પણ ગરીબ લોકોની વ્હારે આવી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગામોમાં જરૂરીયાતમંદ લોકોને, પોલીસ સ્ટાફ સહિત વાહનચાલકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application