ડાંગ જિલ્લા ઉત્તર ડાંગ વન વિભાગ સમાવિષ્ઠ કાલીબેલ રેન્જ વિભાગે સાવરદાકસાડ ગામેથી ગેરકાયદેસર લઈ જવાતુ સાગી લાકડાઓ ઝડપી પાડ્યા હતી. ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકને ખાનગી રાહેલ મળેલ બાતમીના આધારે આપલે સુચનાથી કાલીબેલ વન વિભાગનાં આર.એફ.ઓ તથા સ્ટાફે સધન વાહન ચેકિંગ આરંભયુ હતુ.
તે દરમિયાન શંકાસ્પદ લાગતી ટવેરા ગાડી ઉભી રાખતા ટવેરાનાં ચાલકે ગાડી ન ઉભી રાખી પૂરઝડપે હંકારી ગયો હતો આર.એફ.ઓ તથા તેમના સ્ટાફે ફિલ્મ ઠબે જાનની પ્રવાહ કર્યા વગર ટવેરા ગાડીની પીછો કરી ગાડીને સાવરદાકસાડ ગામેથી આતરી ઉભી રખાવી તપાસ કરતા ટવેરા ગાડી નંબર GJ/15/BB/1644 માંથી ગેરકાયદેસર લઈ જવાતા સાગી લાકડા નંગ-8 ઘનમીટર 1.217 મળી આવ્યા હતા.
જોકી આ લાકડાની કિંમત રૂપિયા 44,055/- અને ટર્બો ટાવેરા GJ/15/BB/1644 જેની કિંમત રૂપિયા 1,50,000/- મળી કુલ રૂપિયા 1,94,055/-ના મુદ્દામાલ કબ્જે કરી જંગલ ચોર આરોપી વિરપનનની ધરપકડ કરી આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500