ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તાર મહારાષ્ટ્ર માંથી ખાનગી જીપમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી જિલ્લા પોલીસ વડાને થતા ડાંગ એલસીબી અને સાપુતારા પોલીસને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. તે દરમિયાન મહિન્દ્રા જીપ નંબર જીજે/21/6418માં કેટલીક મહિલાઓ ઠેલાંના બાચકા બનાવી રાનપાડા સોનુનીયા માર્ગથી આહવા તરફ આગળ વધી રહી હતી. તે દરમિયાન એલસીબી પીએસઆઇ પી.એચ મકવાણા અને ટીમે જીપની તલાસી લેતા કુલ 32 હજારની દારૂ અને જીપ મળી 1,83,050/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલસીબી પોલીસે જીપમાં બેસેલ અરુણા દિનેશ ભોયે (રહે.દેવલપાડા,આહવા), જમનાબેન રાકેશભાઈ ભોયે (રહે.દેવલપાડા,આહવા), નવનીતા કમલેશ ગવલી (રહે.આશ્રમ રોડ,આહવા), નિર્માળા મહેશ ચૌધરી (રહે.બંધારપાડા,આહવા), સુનિતા પરેશ રાઉત (રહે.બંધારપાડા,આહવા), ઉર્મિલા અમર ભોયે (રહે.દેવલપાડા,આહવા)ના ઓની પાસેથી કુલ 226 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 32050/- અને જીપની કિંમત 1,50,000/- આમ કુલ મળી રૂપિયા 1,83,050/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500