ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતેના અંબામાતાના મંદિરે કૃષ્ણ જન્માષ્ટમીની સાદગી ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી પ્રસંગે વઘઇના મંદિરોમાં સવારથી જ કૃષ્ણ ભકતોનો ધસારો જોવા મળ્યો હતો અને મોડી રાત્રે બારના ટકોરે, ‘નંદ ધેરા નંદ ભયો....જય કનૈયા લાલ કી હાથી ધોડા પાલકી’નો નાદ અંબામાતાના મંદિરમાં ગુંજી ઉઠયો હતો અને કૃષ્ણ ભકતોએ કનૈયા લાલનો ઝુલો ઝુલાવી દર્શનનો લાભ લઇ ધન્ય પ્રાપ્ત કરી હતી અને બીજા દિવસે બપોર બાદ વઘઇ નાકા ફળીયાના શિવમ્ કલા ગૃપ અને રાજેન્દ્ર પુર ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઢોલ નગારાના તાલના સથવારે ગરબાની રમઝટ સાથે ભાવિક ભક્તો કૃષ્ણ ભકિતમાં લીન થઇ હર્ષોલ્લાસ સાથે મટકી ફોટવામાં આવી હતી અને જિલ્લામાં કૃષ્ણ જન્મ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ શાંતિ પુર્ણ માહોલમાં સપન્ન થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application