નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.સી.કે.ટિંબડીયાના માર્ગદર્શન હેઠળ “ભારત કા અમૃત મહોત્સવ” અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) દ્વારા "વિશ્વ દૂધ દિવસ" ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પશુપાલન વૈજ્ઞાનિક ડો.સાગર.એ.પટેલ દ્વારા પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદન કરી સ્વસ્થ સમાજનું નિમાર્ણ કરવા તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાની સમજ આપી હતી, કે.વી.કે ના પાક સંરક્ષણના નિષ્ણાત બી.એમ.વહુનીયા દ્વારા પશુપાલકોને ઘાસચારાનું વૈજ્ઞાનિક ઢબે ઉત્પાદન કરી વધુ દૂધ ઉત્પાદન મેળવવાની સમજણ આપી હતી, તેમજ એચ.એ.પ્રજાપતિ દ્વારા દૂધ માનવ જીવનમાં કેટલો મહત્વનો આહાર છે તે વિષે સમજણ આપી હતી.
આ પ્રસંગે ૨૨ જેટલા પશુપાલકોને પશુપાલન વ્યવસાયમાં આવક બમણી કરવાના વૈજ્ઞાનિક સૂચનો આપતો વિડીયો–ફિલ્મ-શો બતાવવામાં આવ્યો હતો, તેમજ પશુપાલન તેમજ ખેતીને લગતા વિવિધ વિષયોના ફોલ્ડરો ખેડૂતભાઈઓને આપવામા આવ્યા હતા.
આ ઉપરાંત ૪૧૭૦ જેટલા પશુપાલકોને પશુપાલનની એડવાઇઝરી પણ સોશિયલ મીડિયા દ્વારા મોકલવામાં આવી હતી. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જી.જી.ચૌહાણ અને કે.વી.કે. ડાંગની ટીમે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને ખેડૂત ભાઈઓને કૃષી વિજ્ઞાન કેન્દ્ર, વઘઇની મુલાકાત કરવા આગ્રહ કર્યો હતો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500