વઘઇ-બીલીમોરા ટ્રેન પુન: પાટે દોડતી થઈ છે. ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારમાં આ ટ્રેનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો મહુવા તાલુકાના અનાવલ રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતા આ વિસ્તારના લોકોમાં આનંદની લહેર જોવા મળી રહી હતી. લોકડાઉના સમયમાં વઘઇ-બીલીમોરા ટ્રેનના પૈડાં થંભી જતા લોકોએ આ ટ્રેન પુન: શરૂ થવાની આશા જ છોડી દીધી હતી. ત્યારે અનેક રજૂઆતો બાદ બીલીમોરા-વઘઇ ટ્રેન બીલીમોરા ખાતેથી ગતરોજ સાંસદ સી.આર.પાટીલના હસ્તે ટ્રેનને લીલી ઝંડી બતાવાતા જ ટ્રેન ફરી પાટે દોડતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો.
જયારે ગતરોજ અનાવલ રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચતા પરિવારના સભ્ય પરત આવી રહ્યા હોય તેમ લોકો ઉત્સાહભેર ઠેર-ઠેર ટ્રેનનું સ્વાગત કરી રહ્યા હતા અને પ્રવાસીઓએ પણ એડવાન્સ બુકીંગ કરી આ ટ્રેનમાં મુસાફરી કરવાની મજા કરી રહ્યા હતા. ગાયકવાડ જમાનાની આ ટ્રેન પુન: નવા રૂપરંગ સાથે શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application