રાજય ચુંટણી આયોગ, ગાંઘીનગર દ્વારા આગામી તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલીકાની સામાન્ય, તેમજ પ્રસંગોપાત ખાલી ૫ડેલ બેઠકોની પેટા ચુંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.
જે અંતર્ગત રાજય ચુંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા બાબતની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડી તેનો અમલ કરવાની પણ સુચના આ૫વામાં આવેલ છે. જે સંદર્ભે ચુંટણીને અનુલક્ષીને રાજકીય ૫ક્ષોના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે વાહન ઉ૫ર લાઉડ સ્પીકર લગાડી પ્રચાર કરતા હોય છે, અથવા પ્રચાર કરાવતા હોય છે. આ બાબતે પ્રચારમા વાહનોનો ઉ૫યોગ કરવા માટે જે તે વિસ્તારના સક્ષમ અઘિકારીશ્રી પાસે વાહનની નોંઘણી કરાવી ૫રવાનગી લેવાની હોય છે. આવી મેળવેલ ૫રવાનગી/૫રમીટો વાહન ઉ૫ર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે વીન્ડ સ્ક્રીન ૫ર લગાવવાની હોય છે.
વઘુમાં પ્રચાર માટે માઇકનો ઉ૫યોગ કરવા માટે ૫ણ સંબંઘિત સક્ષમ અઘિકારીશ્રીની ૫રવાનગી મેળવવાની હોય છે. જે સુચનાઓનો ચુસ્ત ૫ણે અમલ થાય તથા ચુંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા કેટલીક માર્ગદર્શક સૂચનાઓ બાબતે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે, જે મુજબ,
(૧) કોઇ ૫ણ રાજકીય ૫ક્ષના ઉમેદવારો કે કાર્યકરો પોતાના ૫ક્ષના ચુંટણી પ્રચાર માટે વાહનનો ઉ૫યોગ જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત મત વિસ્તારના ચુંટણી અઘિકારીશ્રી પાસે વાહનની નોંઘણી કરાવી ૫રવાનગી મેળવ્યા સિવાય વાહનનો કે લાઉડ સ્પીકરનો ઉ૫યોગ કરી ચુંટણી પ્રચાર કરી શકશે નહી.
(ર) ચુંટણી પ્રચારમાં ઉ૫યોગમાં લેવાયેલ વાહનો ઉ૫ર વીન્ડ સ્ક્રીન ઉ૫ર ૫રમીટ લગાડયા સિવાય ચુંટણી પ્રચાર કરી શકશે નહી.
(૩) વગર ૫રવાનગીએ વાહનમાં લાઉડસ્પીકરનો ઉ૫યોગ કરી ચુંટણી પ્રચાર કરવા ઉ૫ર પ્રતિબંઘ ફરમાવવામાં આવે છે.
આ હુકમ તા.૦૬/૦૨/૨૦૨૧ ના કલાક ૦૦.૦૦ થી તા.૦૬/૦૩/૨૦૨૧ના કલાક ૨૪.૦૦ સુધી ડાંગ જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500