Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબીરનાં જોગથવા ગામે જુગાર રમતા ઈસમો પોલીસ રેડમાં ઝડપાયા, 2 વોન્ટેડ

  • October 05, 2021 

સુરત રેંજ આઈ.જી.પી.વિભાગની પ્રોહિબિશન જુગાર સ્પેશિયલ ડ્રાઈવ ટીમે ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં જોગથવા ગામે વરલી મટકાના અડ્ડા પર રેડ કરી કુલ રૂપિયા 1,89,705/-નો મુદ્દામાલ કબ્જે કરી 12 ઇસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત રેંજ આઈ.જી.પી.વિભાગનાં આઈ.જી દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રોહિબિશન અને જુગારની બંદીને દૂર કરવા પાંચ જિલ્લાનાં પોલીસ અધિકારીઓની ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં ડાંગનાં સુબીરનાં પોલીસ મથકનાં હદ વિસ્તારમાં આવેલા જોગથવા ગામે પૈસા વડે મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે સુરત રેંજ વિભાગની પ્રોહિ.જુગાર સ્પેશિયલ ડ્રાઈવ ટીમે ગતરોજ સુબીરનાં જોગથવા ગામે જુગારનાં અડ્ડા પર રેડ મારી સ્થળ ઉપરથી જુગાર રમતા 12 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અહીં સ્થળ પરથી સુરત રેંજ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ ટીમે જુગાર રમાડનાર પાસેથી રૂપિયા 27,905/- રોકડા, 6 બાઈક જેની કીંમત રૂપિયા 1,45,000/-, 5 મોબાઈલ નંગ જેની કિંમત રૂપિયા 13,500/- તથા અન્ય સાધનનો મળી કુલ રૂપિયા 1,89,705/- મુદ્દામાલ કબ્જે કરી સુરત રેંજ આઈજીપીની ટીમે વૈશુભાઈ ગાવીત (રહે.પીપલદહાડ), ગણેશભાઈ પવાર (રહે.પીપલદહાડ), ગમફુભાઈ બાગુલ (રહે.જોગથવા), નિલેશભાઈ ખુરખુટિયા (રહે.જોગથવા), એમાભાઈ દેશમુખ (રહે.ચમારપાડા), મહાદુભાઈ પાડવી (રહે.કરંજ), રાજુભાઈ જાદવ (રહે.ખાજુર્ણા), હિરેનભાઈ ભોયે (રહે.પીપલદહાડ)ના ઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વરલી મટકાનો જુગાર રમાડનાર રાજુભાઈ ચૌધરી (રહે.આહવા) તેમજ શાંતુભાઈ ભોયે (રહે.પીપલદહાડ) સ્થળ ઉપરથી ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરતા પંથકમાં ખળભળાટ મચી ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application