ડાંગ જિલ્લાનું એકમાત્ર ગિરિમથક સાપુતારા તેના કુદરતી સૌંદર્યનાં કારણે પ્રખ્યાત છે પરંતુ થોડાક સમયથી દબાણ કર્તાઓનો રાફડો ફાટતા ફરવા આવતા પ્રવાસીઓને અનેક સમસ્યા ઉભી થઈ હતી. ગિરિમથક સાપુતારાનાં સ્વાગત સર્કલથી લેક્વ્યુ હોટલનાં બ્રિજ સુધીનાં જાહેર માર્ગનાં ફૂટપાથ પર દિવાળી વેકેશનમાં નાના-મોટા લારી ગલ્લાનો રાફડો ફાટ્યો હતો. જયારે સ્વાગત સર્કલનાં જાહેર માર્ગથી લેક્વ્યુ બ્રિજ સુધી તંત્રની પરવાનગી વગર અસંખ્ય લારી ગલ્લાવાળાઓએ દબાણ કરી ફૂટપાથ પર લારીઓ ગોઠવી દેતા પ્રવાસીઓ સહિત રાહદારીઓને અડચણ ઉભી થઈ હતી.સાપુતારા નોટીફાઈડ એરિયા કચેરીનાં નાયબ મામલતદાર સહિતનાં સ્ટાફે સાપુતારાનાં સ્વાગત સર્કલથી બ્રિજ સુધીનાં જાહેર માર્ગ પર ફૂટપાથને અડીને મુકેલ લારી ગલ્લાવાળાનું દબાણ હટાવ કામગીરી હાથ ધરતા ફફડાટ મચી ગયો હતો. જોકે સાપુતારા નોટિફાઇડ તંત્ર દ્વારા ફૂટપાથ પરનાં લારી ગલ્લાઓને માર્ગથી સાડા ત્રણ ફૂટ જેવી જગ્યા છોડવા જણાવી અડચણ દૂર કર્યું છે. ગિરિમથક સાપુતારામાં નોટિફાઇડ તંત્ર હરકતમાં આવતા દબાણ કર્તાઓમાં ફફડાટ મચી ગયો હતો. રાજ્યના ગિરીમથક સાપુતારામાં વર્ષોથી આ વિસ્તારમાં લારી ગલ્લાઓએ દબાણ ઉભુ કરી દેતાં પ્રવાસીઓએ સાપુતારાની સહેલગાએ આવતી વખતે ભારે હાલાકી વેઠવી પડતી હતી. પરંતુ નોટીફાઇડ એરિયામાં લારી-ગલ્લાઓનું દબાણ હવે દૂર થતા રસ્તાની પહોળાઇ પણ વધી છે જેથી પ્રવાસીઓને આગામી સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application