Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરિમથક સાપુતારા સહિત તળેટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સર્પગંગા તળાવને છલકાતું જોઈ સ્થાનિકોમાં ખુશી

  • August 31, 2021 

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ગિરિમથક સાપુતારા સહિત તળેટીના શામગહાન, બારીપાડા, માનમોડી, વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર ઠેરઠેર ભેખડો ધસી પડવા સાથે અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ સૂપદહાડ કોઝવે ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ જતા માર્ગ અવરોધાયો હતો. સતત ધીમીધારે મેઘરાજાએ ઇનિંગ જારી રાખતા ગાઢ ધૂમમસીયા વાતાવરણ વચ્ચે વાહન ચાલાવવામાં તકલીફ થઈ હતી. લોકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહનો ચલાવવાની ફરજ પડી હતી. જ્યારે સીઝનમાં પહેલી વાર સર્પગંગા તળાવ છલકાતા નવાગામના સ્થાનિક રહીશો અને સાપુતારા હોટેલ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

 

 

 

 

 

ડાંગમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસીની ઋતુને લઈને કુદરતી સૌંદર્યને ચારચાંદ લાગ્યા છે,  જયારે સાપુતારામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા ઝીરો વીસીબીલીટીનો માહોલ રહ્યો હતો જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલી જણાઈ હતી. જોકે, એક સમયે નવાગામના લોકો પાણીની તંગીને લઈને ચિંતા કરતા હતા ત્યારે આજરોજ ગિરિમથક ખાતે આવેલ હોટેલો અને સ્થાનિક લોકોને આખું વર્ષ પાણી પૂરું પાડતા સર્પગંગા તળાવને છલકાતું જોઈ સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application