Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : સરકારી આર્ટસ અને વાણિજ્ય કોલેજ આહવામાં નવા વિદ્યાર્થીઓનાં પ્રવેશોત્સવનાં કાર્યક્રમની ઉજવણી કરાઈ

  • October 14, 2021 

આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રથમ વર્ષ બી.એ., બી.કોમ., એમ.એ.માં પ્રવેશ મેળવનાર 600થી વધારે વિદ્યાર્થીઓનાં પ્રવેશોત્સવનો કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. ડાંગ એનએસયુઆઈનાં વિદ્યાર્થીઓનાં પ્રયાસોથી આહવામાં પ્રથમવાર અનુસ્નાતકનો કોર્સ શરૂ થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ હતી. ડાંગ જિલ્લાની સરકારી આર્ટસ અને વાણિજ્ય કોલેજ આહવામાં નવા વિદ્યાર્થીઓનાં પ્રવેશોત્સવનાં કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. કોલેજનાં આચાર્ય ડો. યુ.કે.ગાંગુર્ડે દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાનો અતિથિવિશેષ આમંત્રિત એમ.એસ. યુનિવર્સિટી વડોદરાનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડો.પુંડલીકભાઈ પવારે પોતાના જાત અનુભવો વર્ણવી અગવડતામાં સગવડતા ઉભી કરી પ્રગતિ કરવા આહવાન કર્યું હતું.

 

 

 

 

 

ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાએ વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનો અભિગમ કેળવાય તેના પર ભાર મુક્યો હતો. પ્રાંત અધિકારી આહવા-ડાંગનાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વિદ્યાર્થીઓને કોલેજનાં અભ્યાસ અને પ્રવૃત્તિઓ તેમજ જીવન ઘડતરનાં પાયાનાં મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ડાંગ જિલ્લા પ્રમુખએ પણ પોતાના જીવનનાં અનુભવો રજૂ કર્યા હતા. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ પ્રવૃતિઓ જેવી કે એનસીસી, એનએસએસ, સ્કોપ, જીમખાના, ગ્રંથાલય, સપ્તધારા, પરીક્ષા, રમત-ગમત, શિસ્ત અને આરોગ્યની જાગૃતિ વગેરે પ્રવૃતિની માહિતી સમિતિનાં અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી. કોલેજમાં સમગ્ર વર્ષ દરમિયાન બહેનોને મદદ અને સહાય માટે સીડબ્લ્યુડીસી સમિતિ સતત કાર્યરત રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application