ડાંગનાં ગિરિમથક સાપુતારાની હોટલોમાં GST વિભાગ દ્વારા આકસ્મિક રેડ કરતા હોટલિયરોમાં ફફડાટ મચી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગિરિમથક સાપુતારામાં આવેલ લકઝરીયસ હોટલો સહિત હોમ સ્ટે બંગલાઓમાં અમુક હોટલિયરો અને બંગલા સંચાલકો દ્વારા પ્રવાસીઓ પાસે આડેધડ ભાડું વસુલી GSTની ચોરી કરી રહ્યાની વિગતો ધ્યાનમાં આવવા પામી હતી. જેથી રવિવારે GST વિભાગનાં અધિકારીઓ દ્વારા સવારથી જ અનેક હોટલોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી રેડ કરતા હોટલિયરોમાં ફફડાટ મચી ગયો હતો.
ગુજરાત GST વિભાગનાં અધિકારીઓએ ટીમો બનાવી દરેક હોટલોમાં મોડે સુધી હિસાબોનાં સરવૈયાની ચકાસણી હાથ ધરી હતી. સાપુતારાની હોટલો સહિત મોટી રેસ્ટોરા, હોમ સ્ટે બંગલાઓમાં મોડી સાંજ સુધી ચાલેલી GST વિભાગની રેડમાં GST ચોરીની વિગતો જાહેર કરાઈ ન હતી. અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે રજાના દિવસે ગિરીમથકમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધુ હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application