સાપુતારાની તળેટીમાં માલેગાંવ ખાતે રહેતા રોબિનભાઈ રાજુભાઈ પવાર જે સાપુતારા ખાતે વલસાડ જિલ્લા સહકારી બેંકમાં ક્લાર્કની નોકરી કરે છે અને તેમના પત્ની માલેગામ ખાતે પાર્થ સ્ટેશનરી જનરલ સ્ટોર્સ નામની દુકાન ચલાવે છે. જેમાં ગત તારીખ 10/5/2023નાં રોજ રાત્રીનાં સમયે દુકાનના પાછળનાં દરવાજેથી ચોરો પ્રવેશી લેપટોપ, પ્રિન્ટર, મોબાઇલ નંગ-2, રોકડા 45 હજાર અને સ્ટેટ બેંકનો સહી કરેલી ચેક બુક અને વલસાડ જિલ્લા સહકારી બેંકની ચેક બુક ચોરી ગયા હતા. બનાવ અંગે રોબિનભાઈ પવારે સાપુતારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. ત્યારબાદ તેમના સ્ટેટ બેંક ખાતામાં ચોરાયેલી ચેકબુકમાંથી એક ચેક પાસ થવાનો મેસેજ રોબિનભાઈ પવારનાં મોબાઇલમાં આવ્યો હતો.
ત્યારબાદ તેને તુરંત સાપુતારા પોલીસને જાણ કરતા P.S.I.ને બેંકમાં તપાસ કરતા ચોરાયેલો ચેક શિવાજીભાઈ પોપટભાઈ રાઠોડ (રહે.30., રહે.મારુતિ નગર પાછળ, ચાંદશી રોડ, નાશિક)એ નાશિક ખાતે કોટક મહિન્દ્રા બેંકમાં નાખ્યાની માહિતી મળી હતી. પોલીસે તેને મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાના ગોદાગડ ખાતે તેના સાસરેથી દબોચી લીધો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ગત તા.10/05/2023નાં રોજ માલેગામ ખાતે દુકાનમાંથી હેમંત સીતારામ ગાવિત, મનોજ ભીખાભાઈ માહલે અને હીરામણ વિઠ્ઠલ ચૌધરી, (તમામ રહે.વાવરપાડા તા. સુરગાણા, જિ.નાશિક) સાથે મળી કુલ રૂપિયા 95,500/-ની ચોરી કરી હોવાનું કબુલ કરતા સાપુતારા પોલીસે પ્રથમ શિવાજી રાઠોડની અટકાયત કરી બાકીનાં ત્રણ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીએ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500