Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાં ગેરકાયદેસર લઇ જવાતા સાગી લાકડા વનવિભાગની ટીમે પકડી પાડ્યા, કાર ચાલક ફરાર

  • September 06, 2021 

ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા વન વિભાગની ટીમે હરીપુરા સીમાડેથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડાનો જથ્થો ભરેલી ટ્રાવેરા કાર ઝડપી પાડી કુલ 1.40 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વઘઇથી ઝાવડા તરફ પસાર થતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ  નિલેશ પંડયાને મળી હતી. જે બાતમીના આધારે ચીચીનાગાવઠા રેન્જના આરએફઓ ભોયે તેમજ વનકર્મી ઓની ટીમે વઘઇ ભેસકાતરી માર્ગ પર આવેલ ઝાવડા નાકા પર રાત્રી દરમિયાન ચેકીંગ હાથ ધર્યુ હતુ. તે સમયે મળસ્કે કોયલીપાડા તરફથી એક ટ્રાવેરા કાર નંબર જીજે/21/યુ/9026 આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ  કાર ચાલકે ટ્રાવેરાને પુરઝડપે હંકારી લેતા વનકર્મીઓએ ટ્રાવેરા કારનો ફિલ્મી ઢબે પીછો કરી ટ્રાવેરા કારને હરીપુરા ગામના સીમાડે ઝડપી પાડી હતી. જોકે, લાકડા ચોરીને અંજામ આપનાર કાર ચાલક અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જયારે વનકર્મીઓએ ટ્રાવેરા કારની તલાસી લેતા અંદર છુપાવેલા ગેરકાયદેસર નંગ 32 ઘનમીટર 0.999ના સાગી ચોરસા મળી આવ્યા હતા. જેની બજાર કિમંત રૂપિયા 80 હજાર અને કારની કિંમત 60 મળી કુલ.1.40 હજારનો મુદ્દા માલ જપ્ત કરી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી પાડવાના કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application