સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વડાપ્રધાન મોદી દ્વારા રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ મહાઅભિયાન અંતર્ગત તાલુકા મથક વઘઇ ખાતે આયુષ્યમાન ભારત વેક્સીન સેન્ટરમાં કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે જેમાં મહાઅભિયાન અંતર્ગત 18 પ્લસથી ઉપર અને 45 પ્લસથી ઉપરના લોકોને ઓન લાઇન રજીસ્ટ્રેશન કરી કોરોના વેક્સીન આપવામાં આવે છે. આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ સરકારની ગાઈડ લાઈન મુજબ કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા વઘઇ નગરના યુવાનો વડિલોમાં વેક્સીન લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક કેન્દ્રો પર વેક્સીન લેવા માટે લોકોની ભીડ જામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application