Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

  • October 19, 2023 

ગુજરાત શેક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈનની અધ્યક્ષતામા નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામા આવ્યો હતો. વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ભવિષ્ય નિર્માણની જવાબદારી નિભાવનારા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમા વાંચન, લેખન અને ગણન પ્રક્રિયા સરળ બનાવવા માટે નવતર પ્રયોગો કરી, ડાંગ જિલ્લાની શિક્ષણની ગુણવત્તામા વધારો કરાયો છે.



ડાંગ જિલ્લાના છેવાડાની શાળા સુધી શિક્ષણની ઉજાશ પથરાઈ છે. વિજયભાઇ પટેલે શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો દ્વારા અનુભવજન્ય શિક્ષણની સરાહના કરી હતી. શિક્ષણ જગતમા નવતર પ્રયોગો થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા બદલ ડાંગ જિલ્લા પ્રમુખ, તેમજ વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો થકી જ શાળાઓની ગુણવત્તામા વધારો થઇ શકે છે, તેમ જિ.સી.આર.ટી ગાંધીનગરનાએ જણાવ્યુ હતુ. વઘઇ ડાયટના પ્રાચાર્યએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે, હાલના ટેક્નોલોજીના યુગમા શિક્ષણમા આમુલ પરિવર્તન જોવા મળે છે. વિકાસશીલ અને સમૃધ્ધ સમાજમા શિક્ષણમા પરિવર્તન જરૂરી છે, અને હાલમા શાળાના શિક્ષકો દ્વારા અનેક પધ્ધતિઓ પ્રયુકિતનો શિક્ષણમા ઉપયોગ કરી નવતર પ્રવૃતિઓ કરવામા આવી રહી છે. તેમજ શિક્ષકો દ્વારા નવતર પ્રવૃતિઓ કરવા બદલ શ્રી બી.એમ.રાઉતે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. વઘઇ ખાતે યોજાયેલ નવમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમા ડાંગ જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકો દ્વારા નવતર પ્રવૃતિઓની કૃતિઓ રજુ કરવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application