Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માલેગામ જોગબારી માર્ગ ઉપર ગ્રામપંચાયત પાસેનું ડુબાઉ નાળુ બિસ્માર હાલતમાં, વાહન ચાલકોમાં ભયનો માહોલ

  • August 08, 2022 

સાપુતારાનાં તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ જોગબારી માર્ગ ઉપર ગ્રામપંચાયત પાસેનું ડુબાઉ નાળુ બિસ્માર થઇ જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માલેગામ ગ્રામ પંચાયત કચેરી પાસે ગામમાં જતો માર્ગ ઉપર આવેલ નાળુ બિસ્માર હાલતમાં આવી જતા વાહન ચાલકોને જોખમી સાબિત થાય તેમ છે, આ નાળાની મરામત માટે ગ્રામજનો દ્વારા સંબધિત અધિકારીને અનેક રજુઆત કરવા છતાં મરામતની તસદી લીધી નથી.




અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન માલેગામ બેઠક ઉપર થીજ ચૂંટણી જીત્યા હોય તેમની સત્તા હોવા છતાં નાળા કે સાંકડા માર્ગને પહોળો કરવા કોઈ નક્કર કામગીરી ન કરતા માલેગામનાં ગ્રામજનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે, તેવામાં જિલ્લા પંચાયત પ્રમુખ માલેગામ વાશીઓની પડતી માર્ગની સમસ્યા દૂર કરાવે તેવી સમયની માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application