દક્ષિણ ડાંગ વન વિભાગના ચિચિનાગાંવઠા રેંજના કાર્ય વિસ્તારના મોજે પિંપરી ગામે ફોરેસ્ટ રેસ્ટ હાઉસથી પશ્ચિમ દિશામા આવેલા જુના કુવામા મળસ્કે એક જંગલી માદા દિપડી કુવામા પડી જવા પામી હતી. આ ઘટનાની જાણ વનકર્મીઓને કરાતા વહેલી સવારે પિંપરીની રાઉન્ડ ફોરેસ્ટ કચેરીના વનકર્મીઓએ થતા તેઓ તાબડતોડ ઘટના સ્થળ પર પહોચી આ વન્યપ્રાણી (માદા દિપડી)ને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન મુજબ સાડા ત્રણ વર્ષની ઉંમરના આ વન્યપ્રાણીને કોઈ નુકશાન ન થાય તે રીતે સફળ રેસ્ક્યુ કરી સલામત રીતે જંગલ વિસ્તારમા જવા માટેનો માર્ગ મોકળો કરી અપાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application