Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાના ધવલીદોડ ગામે ગોવાળ ઉપર દીપડાએ હુમલો કર્યો

  • December 29, 2021 

ડાંગના આહવા તાલુકાના ધવલીદોડ ગામે ગોવાળ ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વિગત એવી છે કે, ધવલીદોડ નજીક જંગલમાં ગાયો ચરાવતા ગોવાળિયા પર દીપડાએ હુમલો કરતા ગોવાળિયો મનજીભાઈ પવારને ગંભીર ઇજા પહોચતા ઈજાગ્રસ્ત મનજીભાઈને સારવાર માટે આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે અવાર-નવાર દીપડા દેખાતા અને દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયેલ હોય છે. આમ, ઘટના બાદ આહવા વનવિભાગના અધિકારી ઘટના સ્થળે ધસી આવી દીપડાને પાંજરૂ મૂકી પકડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application