ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આવેલી જવાહર નવોદય વિધાલયમા ધોરણ ૬ (છઠું) મા નવા પ્રવેશ મેળવનાર છાત્રો માટે આયોજીત 'પ્રવેશ પરીક્ષા ૨૦૨૧' કે જે તા.૧૦ એપ્રિલ ૨૦૨૧ ના યોજાનાર હતી, તેની તારીખમા ફેરફાર થવા પામ્યો છે.
સ્કૂલના પ્રિન્સિપાલ તરફથી મળેલી એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, અનિવાર્ય સંજોગોને ધ્યાને લેતા આ પ્રવેશ પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરી નવી તારીખો જાહેર કરવામા આવી છે. જે મુજબ આગામી તા.૧૬ મે ૨૦૨૧ ના રોજ આ 'ચયન પરીક્ષા ૨૦૨૧' નુ આયોજન કરવામા આવેલ છે.
તાલુકા શાળા-આહવા, એકલવ્ય મોડેલ સ્કુલ-આહવા, દીપદર્શન શાળા-આહવા, આશ્રમ શાળા-આહવા, નવજ્યોત માધ્યમિક શાળા-સુબીર, તાલુકા શાળા-સુબીર, અને તાલુકા શાળા-વઘઈ ખાતેના પરીક્ષા કેન્દ્રો પર આયોજિત આ પ્રવેશ પરીક્ષાની નોંધ, પ્રવેશ પરીક્ષામા ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને લેવા અનુરોધ કરાયો છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application