Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : સ્કુલગેમ ઓફ ફેડરેશન અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામા ડાંગના ભાઇઓએ ગોલ્ડ અને બહેનોએ સિલ્વર મેડલ મેળવ્યો

  • October 27, 2023 

રાજ્ય ક્ક્ષાની સ્કુલ ગેમ ઓફ ફેડરેશનની જુદી જુદી સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમા ખો-ખોની સ્પર્ધામા ડાંગના ભાઇઓએ ગોલ્ડ મેડલ, અને બહેનોની રમત સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ રમતમા ડાંગ જિલ્લાના ભાઇઓની પસંદગીની ટીમમા પ્રાથમિક શાળા બીલીઆંબાના 7 ખેલાડીઓ, સરકારી માધ્યમિક શાળા બીલીઆંબા શાળાના 2 ખેલાડીઓ, અને જામનવિહિર પ્રાથમિક શાળાના 3 ખેલાડીઓ પસંદગી પામ્યા હતા. રાજ્યકક્ષાની આ રમત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તારીખ 20-10-2023 થી 24-10-2023 દરમ્યાન યોજવામા આવી હતી.



જેમાં ભાઇઓની ટીમે અનુક્ર્મે પાટણ, સુરત શહેર, મોરબી, બાનાસકાંઠા અને ફાઇનલ મેચમા ભરૂચની ટીમને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જે બાદ હવે રાષ્ટ્ર્રીય કક્ષાની રમત ઝારખંડ ખાતે રમાનાર છે. જેમા ગુજરાતની ટીમમા પાર્થ રસીકભાઇ પટેલ, સાગર વસંતભાઇ ડોકિયા, પ્રિન્સ પ્રફુલભાઇ બાગુલ, પિંકેશ મગનભાઇ ઠેંગળ અને રવિ શાંતીલાલ દેવળેની પસંગી થઈ છે. આ ખેલાડીઓ ગુજરાતની ટીમનુ પ્રતિનીધીત્વ કરશે. બહેનોની ટીમે દાહોદ, અરવલ્લી, સાબરકાંઠાને હરાવી ફાઇનલમા પ્રવેશ કર્યો હતો. જેમાં તાપી જિલ્લાની ટીમ સામેં પરાજય થતા સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.



બહેનોની ગુજરાતની ટીમમા પ્રિયંકા સુરેશભાઇ ગામીત, રોશની રમેશભાઇ પવાર, અને પુજા બાબુરાવભાઇ ગામીતની પસંદગી થઈ છે. ડાંગ જિલ્લાની બહેનોની પસંદગીની ટીમમાં પ્રાથમિક શાળા બીલીઆંબાના 6 ખેલાડી, સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 3 ખેલાડી, અને જામનવિહિર પ્રાથમિક શાળાના 2 તથા ગોંડલવિહિર પ્રાથમિક શાળાનો 1 ખેલાડી પસંદ થયા હતા. ડાંગના બાળકોની આ સિદ્ધી બદલ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અંકુરભાઇ જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રભાઇ ઠાકરે, તેમજ તમામ શાળા પરીવાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ-સુબીર તરફથી બાળકોને અભિનંદન પાઠવવામા આવ્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application