વાંસદાનાં દશેરા પાર્ટી વિસ્તારમાં આવેલા વૈભવી ફર્નિચર અને ઈલેક્ટ્રોનિકની દુકાનના પાછલા ભાગે મુકેલા એલઈડી ટીવીઓ અને ફર્નિચરનાં શો-રૂમમાં સવારે અચાનક શોર્ટ-સર્કિટ થતાં જોત-જોતમાં આગએ વિકરાળ રૂપ ધારણ કરતા આગના ધુમાડાના ગોટાઓ નજરે પડતા સમગ્ર નગરના લોકો ઉમટી પડ્યા હતા.
ગામના યુવાનોની મદદથી આજુબાજુનાં ઘરોમાં લાગેલા બોરિંગ અને વાંસદા ગ્રામ પંચાયતના બંબામાંથી પાણીનો મારો શરૂ કરવામાં હતો તો પણ આગ કાબુમાં નહિ આવતા નવસારી, ગણદેવી, વ્યારા નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને વાંસદા ગ્રામ પંચાયત સહીત કુલ 6 જેટલા ફાયર-બ્રિગેડનો કાફલો આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા વાંસદા પ્રાંત આર.સી.પટેલ, મામલતદાર વાંસદા, પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના બાદ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અને તાલુકાનાં કર્મચારીઓ આવી નુકશાનીનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં 1 કરોડ 20 લાખ 78 હજાર 500 રૂપિયાનો નુકશાનનો સર્વે કર્યો હતો. ગામના તમામ કોમના યુવાનો શો-રૂમમાં મુકેલ ટીવી, ફ્રિજ, મોબઈલ, સ્ટીલ કબાટ સહિતની વિવિધ વસ્તુઓ બહાર કાઢવા માટે મદદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500