Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ' કાર્યક્રમને અનુલક્ષીને તા.૧૯મી એ આહવાના કેટલાક માર્ગો ઉપર ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

  • November 18, 2021 

આગામી તા.૧૯/૧૧/૨૦૨૧ના રોજ ગુજરાતના રાજયપાલ તથા મુખ્યમંત્રી આહવા ખાતે આયોજિત  “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ" કાર્યક્રમમા પધારી રહ્યા છે. મહાનુભાવોના આ પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને સુચારુ ટ્રાફિક નિયમનઅર્થે તા.૧૯/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી (કાર્યક્રમ પૂર્ણ થાય ત્યા સુધી), નીચે મુજબના જાહેર માર્ગ ઉપરથી લાંબા રૂટના ભારે હેવી લોડેડ વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.



(૧) બોરખેત હેલિપેડથી આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો કોન્વોય રૂટ, અને

(૨) આહવા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપથી સાપુતારા ચાર રસ્તા સુધીનો મેઈન રોડ








ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવિન પંડ્યા દ્વારા જારી કરાયેલા આ અંગેના જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારની સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ હેઠળ સજા દંડ અથવા બંને પ્રકારની કાર્યવાહી કરવામા આવશે, તેમ પણ વધુમા જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application