માહિતી વિભાગ દ્વારા ડાંગ, રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ડાંગ જિલ્લામાં પ્રારંભ કરાવતા કલેકટર મહેશ પટેલે, આહવા તાલુકાની ભરાડી પ્રાથમિક શાળાના ધોરણ-૧નાં બે બાળકો સહિત બાલવાટિકાનાં દસ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. દરમિયાન કલેક્ટરએ પાણીના એક એક ટીપાનું માનવિય મૂલ્ય સમજાવી, વ્યસનમુક્ત સમાજ નિર્માણ સાથે પ્રાકૃતિક ડાંગ જિલ્લાની વનસંપદાનું જતન સંવર્ધન આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ ગ્રામજનો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું. શાળા પ્રવેશોત્સવનો હાર્દ સ્પષ્ટ કરતા કલેક્ટરએ અધવચ્ચે અભ્યાસ છોડી જતા બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય સુધી લઈ જવાની હાંકલ કરી હતી.
તેમણે પ્રાકૃતિક ડાંગ જિલ્લાનાં પ્રજાજનોને સમૃદ્ધ વનસંપદા સાથે ઈન્ટરનેટ ટેકનોલોજીનો પણ લાભ મળ્યો છે ત્યારે, ભાવિ પેઢી શિક્ષણનાં ઉચ્ચત્તમ સંસ્કાર કેળવી દરેક ક્ષેત્રે સશક્ત બને તેવા આશીર્વચન પાઠવ્યા હતા. શાળા પટાંગણમાં સરગવાના બાળવૃક્ષનું વાવેતર કરતા કલેક્ટરએ તેના ઉછેરની જવાબદારી શાળાની વિદ્યાર્થિનીને સોંપી, ગ્રામજનોને પ્લાસ્ટિકના વિવેકપૂર્ણ ઉપયોગની પણ હિમાયત કરી હતી. એસ.એમ.સી.ના સભ્યો સાથે સંવાદ સાધતા કલેક્ટરએ ભાવિ પેઢીને સુશિક્ષિત બનાવવા ઉપર ભાર મુક્યો હતો. શાળા પ્રવેશોત્સવમાં પધારેલા કલેક્ટર મહેશ પટેલે શાળાના બાળકોને સ્વખર્ચે તિથી ભોજન કરાવી, તેજસ્વી તારલાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application