તારીખ ૫મી જાન્યાઆરીએ ડાંગ જિલ્લાના પ્રવાસે પધારેલ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી, અને ડાંગના પ્રભારી મંત્રીએ ચિકાર ગામ ખાતે આરોગ્ય વિભાગના ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સ્ટાફ ક્વાટર્સનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ પ્રંસગે મંત્રીએ જણાવ્યુ હતું કે, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સરકારના નેતૃત્વમા આજે આદિવાસીઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.
આજે ચિકાર, સોડમાળ, ચીંચીનાગાંવઠાના ત્રણેય પેટા આરોગ્ય કેન્દ્રો જેમા એક પેટા આરોગ્ય કેન્દ્રની રકમ રૂપિયા ૩૨ લાખ એમ ત્રણેય પેટા આરોગ્ય કેન્દ્રોનો કુલ ખર્ચ રૂપિયા ૯૬ લાખના ખર્ચે અતી આધુનિક સુવિધા ધરાવનાર આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તારમા બનશે. તેમજ રૂપિયા ૧૩૭.૧૩ લાખના ખર્ચે સ્ટાફ ક્વાટર્સ પણ બનાવવામા આવશે તેમ મંત્રીશ્રીએ વિગતે માહિતી આપતા જણાવ્યુ હતુ. આજે ડાંગ જિલ્લામાં કુલ ૭૦ કરોડ જેટલાં વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. જેમા રોડ, રસ્તા, પાણી આરોગ્ય એમ દરેક વિભાગોને આવરી લેવામા આવેલ છે. ગુજરાતની સરકાર દ્વારા ડાંગ જિલ્લાનો અવિરત વિકાસ થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે કરવામા આવે છે. જે બદલ મંત્રીશ્રીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500