Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વનોના જતન અને સંવર્ધન માટે વનકર્મીઓને શપથ લેવડાવતા ગુજરાત ફોરેસ્ટ ફોર્સના વડા ડો.દિનેશકુમાર શર્મા

  • March 29, 2021 

રાજ્યના વનોના જતન અને સંવર્ધન માટે ગુજરાત ફોરેસ્ટ ફોર્સમા નવા સામેલ થયેલા વનકર્મીઓને શપથ લેવડાવતા ગુજરાત રાજ્ય વન વિભાવના વડા ડો.દિનેશકુમાર શર્માએ, વન વિજ્ઞાન તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓ એવા વન રક્ષા સહાયકોને પર્યાવરણ જાળવણીના પાઠ શીખવ્યા હતા.

 

 

 

વન વિજ્ઞાન તાલીમ કેન્દ્ર, કાકરાપારના છ-છ માસના જુદા-જુદા ત્રણ તાલીમ વર્ગમા વનરક્ષાની ઘનિષ્ઠ તાલીમ લઈને કર્તવ્યપાલન માટે તૈયાર થયેલા નવલોહીયા યુવાનોના દિક્ષાન્ત સમારોહમા ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડો.ડી.કે.શર્માએ ૧૪૭ તાલીમાર્થીઓને દીક્ષા આપી, પર્યાવરણ જાળવણીના ભગીરથ કાર્યમા જોડાઈને પ્રકૃતિના જતન સંવર્ધન માટે ફના થઈ જવાના જજબા સાથે ફરજ બજાવવાની અપીલ કરી હતી.

 

 

 

આ અવસરે સુરત વન વર્તુળના સીસીએફ સી.કે.સોનવણે, વલસાડ વર્તુળના સીસીએફ મુનિશ્વર રાજા, કાકરાપાર વન વિજ્ઞાન તાલીમ કેન્દ્રના ડીસીએફ આનંદકુમાર, વ્યારા વન વિભાગના એસીએફ સચિન ગુપ્તા, કાકરાપાર તાલીમ સેન્ટરના એસીએફ જલંધરા, નિવૃત્ત સીએફ એન.એ.ચૌધરી, નિવૃત્ત એસીએફ એચ.એન.સોલંકી, આરએફઓ અશ્વિન ચૌધરી, અને જીગર પટેલ સહિતના ઉચ્ચ વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

અનુભવી વન અધિકારીઓએ તેમના પ્રાસંગિક વક્તવ્યમા નવનિયુક્ત વનકર્મીઓને ફોરેસ્ટ ફોર્સની કાર્યપ્રણાલી, ડીસીપ્લીન, લોયલ્ટી સાથે સખત પરિશ્રમ બાબતે માહિતગાર કર્યા હતા. દરમિયાન વનાધિકારીઓએ ફોર્સના વડા ડો.ડી.કે.શર્માને ગાર્ડ ઓફ ઓનર આપી, રેડ કાર્પેટ સ્વાગત પણ કર્યું હતુ.

 

 

 

આ અવસરે ફ્રન્ટ લાઈન ફોરેસ્ટ ઓફિસરોને તૈયાર કરતી વન વિજ્ઞાન તાલીમ કેન્દ્રમા સો તાલીમાર્થીઓ માટે આકાર લેનારા નવા તાલીમ સંકુલનુ પણ ફોરેસ્ટ ફોર્સના વડા સહિતના ઉચ્ચાધિકારીઓએ ખાતમુહૂર્ત કર્યું હતું. જેનો લાભ આગામી સમયમા નવા તાલીમાર્થીઓને મળી રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application